Featured Post

Why do girls close their eyes while kissing?

  Why do girls close their eyes while kissing? Kiss is the best way to show your love to your partner. Loved Kiss. Reduces the distance between partners. But young women often close their eyes while kissing. Know why There are many scientific reasons behind this. Which we are showing you today. So let's find out why girls close their eyes while kissing. Scientific reason According to psychologists, the brain cannot focus on two things at once while kissing. This means that if you have to pay attention to the signals received by the eyes while kissing the brain, this becomes difficult. This interferes with the sensation process of the brain. Which causes the eyes to close. Emotional cause People feel close to each other while kissing and want to feel. They want to bring their full support, cooperation and sense of security to the partner. One wants to forget the world by getting lost in the other. Outside objects and noise can distract you if your eyes are open. So people close thei

સુરત શહેરમાં CORONA વાયરસના નવા 1105 કેસ, જાણો ક્યાં ઝોનમાં કેટલા કેસ નોંધાયા


 સુરત શહેરમાં કરોનાના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસ પણ વધીને 3024 થયા છે.

સુરતમાં કોરોના (CORONA)બેકાબૂ બની રહ્યો છે. રોજે રોજ કોરોનાના નવા કેસો રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. આજે પણ સુરતમાં કોરોના ની કેસોની સંખ્યા એક હજારને પાર કરી ગઇ છે. નોંધનીય છે કે સુરતમાં 245 દિવસો બાદ કોરોના કેસોની સંખ્યા 1 હજારને પાર થઈ છે. છેલ્લે 6 મે, 2021 ના રોજ સુરતમાં 1039 કોરોનાના કેસ નોંધાયા હતા.

સુરત શહેરમાં 1105, ગ્રામ્યમાં 88 નવા કેસ 
રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં અમદાવાદ પ્રથમ છે, જયારે આજે સુરતમાં પણ નવા કેસોનો રાફડો ફાટ્યો છે. સુરત શહેરમાં આજે 1105 નવા કેસ નોંધાયા છે,તો સુરત ગ્રામ્ય એટલે કે સુરત જિલ્લામાં 88 નવા કેસ નોંધાયા છે. સુરત શહેરમાં કરોનાના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસ પણ વધીને 3024 થયા છે.

અઠવા અને રાંદેર ઝોનમાં સૌથી વધારે કેસ

આજે સુરતમાં કોરોના કેસોની સંખ્યા 1,105 પર પહોંચી છે. જેમાં સૌથી વધારે કેસો સુરતના અઠવા અને રાંદેર ઝોનમાંથી સામે આવ્યા છે. સૌથી વધારે કેસ અઠવા ઝોનમાં 484 લીધા છે. જ્યારે રાંદેર ઝોનમાં 220 જેટલા કેસ નોંધાયા છે.

સૌથી ચિંતાની વાત એ છે કે આજે એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં નથી આવ્યા. આ સાથે કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3024 પર પહોંચી ગઈ છે. જ્યારે હોસ્પિટલમાં 81 દર્દીઓ દાખલ છે. આજે ઓમીક્રોનનો એક પણ દર્દી નોંધાયો નથી.

આજે 94 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા
આજે સુરતમાં 94 જેટલા વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે, જેમાં ફાઉન્ટેનહેડ સ્કૂલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ડીપીએસ સ્કૂલ, સુમન સ્કૂલ ઉધના, લિંબાયત, એક્સપરિમેન્ટલ સ્કૂલ, જી ડી ગોયેન્કા, પી.પી.સવાણી, રેડિયન્ટ સ્કૂલ, એલ પી સવાણી, આશાદીપ સ્કુલ, ભૂલકા વિહાર, ભગવાન મહાવીર કોલેજ, કેન્દ્રીય વિદ્યાલય, ડી આર બી કોલેજ તથા અન્ય કોલેજોનો સમાવેશ થાય છે.

આ શાળા તથા કોલેજોમાં 1022 જેટલા વ્યક્તિઓને કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય શાળા તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આજે જે પોઝીટીવ કેસો નોંધાયા છે તેમાં એક વ્યક્તિ ઇન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.



વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો






Comments

Popular posts from this blog

Top 5 file transfer apps for android | File transfer apps

Driving license in 30 minutes

Why do girls close their eyes while kissing?