Thursday, 27 January 2022

વોટ્સએપ પર કોઇએ તમને બ્લોક કર્યા છે ? આ રીતે થઇ શક્શો અનબ્લોક

 


જો તમને કોઇએ બ્લોક કરી દીધુ છે અને તમે તેમની સાથે વાત કરવા માંગો છો તો તમે જાતે જ પોતાને અનબ્લોક કરાવીને મેસેજ કરી શકો છો. જેના માટે બસ તમારે કેટલાક સ્ટેપ્સ ફોલોવ કરવાના છે.


વોટ્સએપ (WhatsApp) એક લોકપ્રિય એપ છે જેની મદદથી આપણે આપણા મિત્રો અને પ્રિયજનો સાથે વાત કરી શકીએ છીએ, ફોટોઝ, વીડિયોઝ મોકલી શકીએ છીએ. આ વ્યસ્ત સમયમાં લોકો એકબીજાને કોલ કરવાની જગ્યાએ મેસેજ કરીને ટચમાં રહે છે પરંતુ ઘણી વાર એવી પરિસ્થિતી આવી જાય છે જ્યારે કોઇ વ્યક્તિ તમને બ્લોક કરી દે જેના કારણે તમારી એ વ્યક્તિ સાથે વાત નથી થઇ શક્તી. તમને તેનું સ્ટેટસ પણ નથી દેખાતું અને તમારા મેસેજ પણ તેમને ડિલીવર નથી થતા.

જો તમને કોઇએ બ્લોક કરી દીધા છે અને તમે તેમની સાથે વાત કરવા માંગો છો તો તમે જાતે જ પોતાને અનબ્લોક કરાવીને મેસેજ કરી શકો છો. જેના માટે બસ તમારે કેટલાક સ્ટેપ્સ ફોલોવ કરવાના છે. તો ચાલો જાણીએ સમગ્ર વિગત જો તમને કોઇએ બ્લોક કર્યા છે અને તમારે તેમની સાથે વાત કરવી છે તો તમારે તમારુ વોટ્સએપ એકાઉન્ટ ડાઉનલોડ કરવાનું રહેશે. જે બાદ તમારો નંબર જાતે જ અનબ્લોક થઇ જશે. જોકે એકાઉન્ટ ડિલીટ કરવાથી તમારુ સમગ્ર બેકઅપ નીકળી જશે એટલે પહેલા એ નક્કી કરો લો કે તમારા માટે શું જરૂરી છે.

  1. સૌથી પહેલા તમે તમારા ફોનમાં વોટ્સએપ ઓપન કરો અને સેટિંગ્સના ઓપ્શનમાં જઇને એકાઉન્ટ પર ક્લિક કરો. જ્યાં હવે તમને ડિલીટ માય એકાઉન્ટનું ઓપ્શન મળશે. આ ઓપ્શન પર ક્લિક કરો.
  2. હવે દેશના કોડ સાથે તમારો મોબાઇલ નંબર નાખો અને ડિલીટ માય એકાઉન્ટ પર ક્લિક કરો.
  3. હવે વોટ્સએપ ઓપન કરો અને ફરીથી એકાઉન્ટ બનાવો. બસ હવે તમે અનબ્લોક થઇ જશો અને એ વ્યક્તિ સાથે વાત કરી શકો છો જેમણે તમને બ્લોક કર્યા હતા.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરોLabels: , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home