Sunday, 2 January 2022

નાની ઉંમરમાં જો હાર્ટ એટેકથી બચવા માગો છો ?



 ઘઉંને જમીનમાં વાવ્યા બાદ જે ઘાસ ફૂટી નીકળે છે તેને ઘઉંના જવારા કહેવાય છે, જેનું જ્યૂસ પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે.

  • નાની ઉંમરમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું
  • ઘઉંના જવારાનું પાણી કરશે મદદ
  • કોલસ્ટ્રોલ ઘટાડવામાં પણ કરે છે મદદ

છથી આઠ ઇંચ લાંબા જવારાને પીસી તેનો રસ કાઢી પીવામાં આવે છે. તેમાં મેગ્નેશિયમ, ક્લોરોફિલ, કેલ્શિયમ, આયોડિન, સેલેનિયમ, જસત, આયર્ન, ફાઇબર, વિટામિન-કે, વિટામિન-બી, સી અને ઈ જેવાં પોષકતત્ત્વો હોય છે. તેના ખૂબ ફાયદા હોવાથી લોકો તેને ઘરે વાસણો અને લોનમાં ઉગાડે છે. ઘઉંના જવારાનો રસ પીવાના અગણિત ફાયદા છે.

  • તે એનીમિયાથી બચાવે છે. ઘઉંના જવારાને પીસી રસ કાઢી તે પીવાથી લોહીની ઊણપ દૂર થાય છે. આ રસ પીવાથી વ્યક્તિને એનીમિયાનો ખતરો રહેતો નથી.
  • અત્યારે મેદસ્વિતાની તકલીફ ધરાવતા લોકોની સંખ્યા ખૂબ વધુ છે. ઘઉંના જવારાનો રસ મેદસ્વીપણું દૂર કરે છે. ઘઉંના જવારામાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અને ફાઇબર વધુ માત્રામાં હોય છે. આ રસ પીવાથી શરીરને પોષક તત્ત્વો તો મળે જ છે, સાથે પેટ પણ ભરેલા જેવું રહે છે
  • ઘઉંના જવારાના રસના સેવનથી પાચન પ્રક્રિયા બરાબર થાય છે. તેમાં ઘણા પ્રકારનાં એન્જાઈમ્સ જોવા મળે છે, જે શરીરને ખોરાકને પચાવવામાં મદદ કરે છે.
  • ઘઉંના જવારાના રસનો વપરાશ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે, જેના કારણે હૃદયરોગનું જોખમ ઓછું હોય છે.
  • ઘઉંના જવારાના રસનું સેવન કરવાથી શરીરને સોજામાં રાહત મળે છે, તેની સાથોસાથ આંતરડાંના સોજા પણ ઘટાડે છે. અલ્સરેટિવ કોલાઈ‌ટીસ થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે.
  • ઘઉંના જવારાનો રસ પીધા પછી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે. હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા માટે જાણીતા એટ્રોવાસ્ટેટિન જેવી જ અસરો ઉત્પન્ન કરે છે.   

વધુ વિગતો માટે:  અહીં ક્લિક કરો



Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home