વિદેશથી આવતા પ્રવાસીઓ માટે કડક નિયમો, આજથી 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈન જરૂરી
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના અને ઓમિક્રોને (Omicron) જોર પકડ્યું છે આને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન (New Guidelines ) બહાર પાડી છે.
વિદેશથી આવતા પ્રવાસીઓ માટે ગાઈડલાઈન
1.તમામ મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર પોતાના વિશે સંપૂર્ણ અને સાચી માહિતી આપવાની રહેશે. મુસાફરીની તારીખના 14 દિવસ પહેલા કરવામાં આવેલી અન્ય મુસાફરીની વિગતો પણ આપવી પડશે.
2.મુસાફરે નેગેટિવ RT-PCR રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. આ પરીક્ષણ મુસાફરીની તારીખના મહત્તમ 72 કલાક પહેલા હોવું જોઈએ. ટેસ્ટ રિપોર્ટની વિશ્વસનીયતાનું એફિડેવિટ પણ આપવું પડશે.
3.દરેક યાત્રીએ લેખિતમાં જણાવવું પડશે કે, તેઓ ક્વોરેન્ટાઇન, હેલ્થ મોનિટરિંગ સંબંધિત તમામ નિયમોનું પાલન કરશે.
4.કોરોના ટેસ્ટમાં નેગેટિવ આવ્યા હોવા છતાં, મુસાફરો 7 દિવસ માટે ફરજિયાત હોમ ક્વોરેન્ટાઇનમાં રહેશે અને આઠમા દિવસે તેમનો RTPCR ટેસ્ટ થશે.
5.આઠમા દિવસે લેવાયેલ RTPCR ટેસ્ટનું પરિણામ પણ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે. નેગેટિવ આવ્યા પછી પણ, તમારે આગામી 7 દિવસ સુધી તમારા સ્વાસ્થ્યનું સેલ્ફ મૉનિટર કરવું પડશે.
આવતા મહિને ભારતમાં કોરોનાના કેસ ટોચ પર પહોંચી જશે
અમેરિકન સ્વાસ્થ્ય નિષ્ણાતો (American Health Specialist)ના મતે ભારતમાં આવતા મહિના સુધીમાં કોરોના કેસ (Corona case)ટોચ પર પહોંચી જશે. આવો જ બીજો ભય ઉભો થયો છે. અમેરિકન ફર્મ Nomuraનો દાવો છે કે જો કેસ આ ઝડપે વધતા જાય છે અને ઓમિક્રોન ફેલાતો રહે છે તો ભારતમાં દરરોજ કોરોનાના નવા કેસ 30 થઈ શકે છે અને આ દેશમાં કોરોના સંક્રમણની ટોચ હશે. જો કે, યુએસ ફર્મે જાન્યુઆરીના ત્રીજા અને ચોથા સપ્તાહની વચ્ચે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની જાણ કરી છે.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
Labels: Breaking News
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home