Monday, 10 January 2022

શ્રીલંકાના 7 રાજકીય પક્ષોએ માગી વડાપ્રધાન મોદીની મદદ, જાણો સંપૂર્ણ વિગત

 


શ્રીલંકાના (Sri Lanka) ઉત્તર અને પૂર્વ વિસ્તારના રાજયોની સાત જેટલી પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી મોદી (PM Modi) પાસે મદદની અપીલ કરી છે. આ રાજ્યોમાં તમિલ વસ્તીનું (Tamil Population) પ્રતિનિધિતત્વ કરતી 7 પાર્ટીએ પીએમ મોદીને ભેગા થઈને પત્ર લખ્યો છે.

શ્રીલંકાના (Sri Lanka) ઉત્તર અને પૂર્વ વિસ્તારના રાજયોની સાત જેટલી પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી મોદી (PM Modi) પાસે મદદની અપીલ કરી છે. આ રાજ્યોમાં તમિલ વસ્તીનું (Tamil Population) પ્રતિનિધિતત્વ કરતી 7 પાર્ટીએ પીએમ મોદીને સાથે મળીને પત્ર લખ્યો છે. આ પત્રમાં શ્રીલંકાના બંધારણમાં (Constitution) 13મા સુધારાની જોગવાઈઓને સંપૂર્ણ રીતે લાગુ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મદદ માંગવામાં આવી છે.

13A એટલે કે શ્રીલંકાના બંધારણમાં 13મો સુધારો જુલાઈ 1987ના ભારત-શ્રીલંકા કરારને કારણે અસ્તિત્વમાં આવ્યો હતો. આ સુધારા હેઠળ પ્રાંતીય પરિષદોની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી આ સુધારો લાગુ કરવામાં આવ્યો નથી, જેના કારણે શ્રીલંકાના તમિલોને સત્તામાં તેમનું યોગ્ય સ્થાન નથી મળ્યું.

ડ્રાફ્ટ લેટરને 29 ડિસેમ્બર 2021ના રોજ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તેને તમામ પક્ષોએ 6 જાન્યુઆરી 2022ના રોજ મંજૂરી આપી હતી. વડાપ્રધાનને પત્ર લખનાર રાજકીય પક્ષોમાં TNA, ITAK, TELO, PLOTE, EPRLF, TMP અને TNPનો સમાવેશ થાય છે. આ પત્ર કોલંબોમાં સ્થિત ભારતીય હાઈ-કમિશન દ્વારા વડાપ્રધાન મોદીને મોકલવામાં આવશે જેમાં શ્રીલંકામાં રહેતા તમિલોની સમસ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખવામાં આવેલા આ પત્રની વાત કરીએ તો તેમાં 1948 માં બ્રિટનથી સ્વતંત્રતા પછી, શ્રીલંકાના તમિલ લોકોએ તમામ સરકારો પાસેથી સત્તાના યોગ્ય વિતરણની માગ કરી છે. આ માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ હજુ પણ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.

પત્રમાં ભારતનો આભાર માનતા કહેવામાં આવ્યું છે કે “ભારત સરકાર છેલ્લા 40 વર્ષથી આ પ્રયાસમાં સક્રિયપણે પ્રયત્નો કર્યા છે. અમે ન્યાયી અને સ્થાયી ઉકેલ શોધવા માટે ભારતની અડગ પ્રતિબદ્ધતા માટે આભારી છીએ. આ પ્રતિબદ્ધતા તમિલ ભાષી લોકોની ગૌરવ, શાંતિ, સુરક્ષા અને સ્વાભિમાન સાથે જીવવાની કાયદેસરની આકાંક્ષાઓને મજબૂત કરશે. અમે બંધારણ આધારિત રાજકીય ઉકેલ માટે પ્રતિબદ્ધ છીએ જે અમારી માંગણીઓને માન્યતા આપે છે. તમિલ ભાષી લોકો શરૂઆતથી શ્રીલંકાના ઉત્તર અને પૂર્વમાં બહુમતીમાં રહ્યા છે.

તમિલ પાર્ટીઓ દ્વારા લખવામાં આવેલ આ પત્રમાં સરકારે કરેલ વાયદાઓનો પણ ઉલ્લેખ છે. 2009 LTTE સાથે થયેલ જંગ બાદ શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ મહીંડા રાજપક્ષે (Mahinda Rajpakshe) દ્વારા કરવામાં આવેલી જાહેરાતની વાત છે જેમાં 13માં સુધારાને અમલ કરવાના પ્રયત્નો શરૂ કર્યા છે તેવી વાત કહેવામાં આવી છે. જૂન 2010માં પણ ભારતના તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે  (Manmohan Singh) શ્રીલંકા અંગે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે 13મો સુધારો લાગુ કરવાનો આગ્રહ કર્યો હતો.

ગત વર્ષે જ્યારે 29 નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજાપક્ષેની (Gotabaya Rajpakshe) બેઠક થઈ ત્યારે પણ પીએમ દ્વારા 13 માં સુધારાની અમલવારીની વાત કરી હતી. મદદ માગતા આ પત્રમાં લખવામાં આવ્યું કે, “આ સ્થિતિમાં, અમે માનનીય (PM મોદી)ને અપીલ કરીએ છીએ કે તેઓ શ્રીલંકાની સરકારને તેમનું વચન પાળવા અને 13મા સુધારાને લાગુ કરવા વિનંતી કરે.”

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરોLabels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home