Tuesday, 4 January 2022

કોરોનાના વધતા કેસ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં 1600 બેડની તૈયાર

 


રિવ્યુ અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલ ખાતે હાલના સમયમાં કોરોના દર્દી માટે 1600 બેડ તથા આઈસીયુના 400 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.


સુરતમાં(Surat ) રોકેટ ગતિએ વધી રહેલા કોરોનાના (Corona ) કેસો વચ્ચે નવી સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ , ઓક્સિજન સહિત અન્ય વિવિધ સુવિધાઓ માટે જિલ્લા કલેક્ટર આયુષ ઓકની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી. શહેરમાં છેલ્લા દસેક દિવસથી કોરોનાની સંખ્યામાં ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જે અંતર્ગત એક જ દિવસમાં કેસો બમણાં થઈ જતાં જિલ્લા વહીવટી તંત્ર પણ એકશનમાં આવી ગયું છે.

જિલ્લા કલેક્ટર આયુષ ઓકની અધ્યક્ષતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના અંગે એક રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ , સીએમઓ , મનપાના અધિકારીઓ ફૂટ એન્ડ ડ્રગના અધિકારીઓ તથા ડેપ્યુટી કલેક્ટર આર. આર . બોરડ સહિત અન્ય ઉપસ્થિત રહ્યા હતા.

રિવ્યુ અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલ ખાતે હાલના સમયમાં કોરોના દર્દી માટે 1600 બેડ તથા આઈસીયુના 400 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે નવી સિવિલ હોસ્પિટલ ખાતે 55 મેટ્રીક ટન ઓક્સિજન પ્લાન્ટ પણ યોગ્ય રીતે ચાલી રહ્યો હોવાની ચકાસણી કરી લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે , સુરત શહેર માં કોરોનાની બીજી લહેર વખતે ઓક્સિજન બેડ , ઈન્જેકશનો વગેરે માટે દર્દીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવે જ્યારે કોરોનાની ત્રીજી લહેરનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે દર્દીઓને સમયસર સારવાર ઉપલબ્ધ થઈ શકે તે માટે આગોતરું આયોજન જિલ્લા વહીવટી તંત્ર સાથે અન્ય વિવિધ વિભાગો દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.

શહેર જિલ્લામાં 25 થી વધુ હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ ઓપરેટ થયા
સુરતમાં વધી રહેલા કો૨ોનાના કેસો અંતર્ગત દરદીઓને ઓક્સિજનની અછત ન પડે તે માટે જિલ્લા કલેક્ટર આયુષ ઓકના તે આદેશથી શહેર અને જિલ્લાની 25 થી વધુ ઓક્સિજન પ્લાન્ટનું મોનિટરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પ્લાન્ટમાં ઓક્સિજન યોગ્ય રીતે ઓપરેટ થઈ શક્યો છે. સુરતની સિવિલ – સ્મીમેર સહિત સરકારી , અર્ધ સરકારી આઠ હોસ્પિટલો તથા સુરત જિલ્લાના 12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને માંડવી બારડોલી મળીને કુલ 25 થી વધુ હોસ્પિટલોમાં લગાવવામાં આવેલા ઓક્સિજન સપ્લાયની ચકાસણી કરવામાં આવી હતી . જેમાં તમામ ઓક્સિજન પ્લાન્ટ યોગ્ય રીતે ઓપરેટ થયા હતાં .

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home