Tuesday, 11 January 2022

ગુજરાતમાં 10 શહેરમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે રહેવાની આગાહી

 


ગુજરાતમાં બે-ત્રણ દિવસથી અસહ્ય ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હજુ પણ બે દિવસ સુધી આવી જ કાતિલ ઠંડીનો અનુભવ કરવા ગુજરાતવાસીઓએ તૈયાર રહેવુ પડશે.


ગુજરાતમાં બે-ત્રણ દિવસથી અસહ્ય ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હજુ પણ બે દિવસ સુધી આવી જ કાતિલ ઠંડીનો અનુભવ કરવા ગુજરાતવાસીઓએ તૈયાર રહેવુ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત રાજ્યભરમાં બે દિવસ ઠંડી યથાવત રહેશે. બે દિવસ બાદ ક્રમશઃ ઠંડીમાં ઘટાડો થશે

પોષ માસની કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ હોય તેમ સમગ્ર રાજ્યમાં શીતલહેરનું મોજું ફરી વળ્યું છે. શિયાળો ખરેખરો જામ્યો હોય તેવો અનુભવ ગુજરાતીઓને થઇ રહ્યો છે. રાજ્યના અનેક શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. અમદાવાદમાં બે ત્રણ દિવસથી અસહ્ય ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જેને કારણે સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

અમદાવાદ સહિત રાજ્યનાં રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. 5.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે. ગાંધીનગરમાં 8.3 ડિગ્રી તાપમાન, વડોદરામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં લઘુતમ તાપમાન 10.6 ડિગ્રી નોંધાયું છે.

ઉત્તર ભારતમાં તાપમાન ગગડતાં તેની અસર મેદાની પ્રદેશો બાદ છેક ગુજરાત સુધી અનુભવાઈ રહી છે.રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા લોકોએ ઠંડીથી બચવાના ઉપાયો શરુ કરી દીધા છે. કેટલાક લોકોએ મોર્નિંગ વોક શરુ કરી દીધી છે. તો કેટલાક લોકોએ તાપણાનો સહારો લેવાનું પણ શરુ કરી દીધી છે.

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home