Wednesday, 29 December 2021

કેન્દ્રીય ગૃહપ્રધાને વિકાસ યોજનાનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું (અમિત શાહ)

 


આ પ્રસંગે સંબોધનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે, " ગાંધીનગર માટે આજે મહત્વનો દિવસ છે, સુશાસનએ સ્વરાજ મળ્યા બાદ પ્રજાની ઝંખના હતી. 2021માં સુશાસન ઇન્ડેક્ષની સ્પર્ધા કરાઈ જેમાં ગુજરાત સૌ પ્રથમ આવ્યુ છે. 2021માં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1413 કરોડની આશરે 1261 કામોનું લોકાર્પણ કરાયું.


કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) આ દિવસોમાં ચૂંટણીના રાજ્યો, ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં અવારનવાર રેલીઓ અને જાહેર સભાઓ કરી રહ્યા છે. આ દરમિયાન, શાહ બુધવારે ગુજરાતમાં તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં 49.36 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓનું (Various development schemes) લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. (Inauguration and Foundation Stone). જીહા જણાવી દઈએ કે આ કાર્યક્રમ બપોરે 1.20 કલાકે યોજાયો હતો.

આ પ્રસંગે સંબોધનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે, ” ગાંધીનગર માટે આજે મહત્વનો દિવસ છે, સુશાસનએ સ્વરાજ મળ્યા બાદ પ્રજાની ઝંખના હતી. 2021માં સુશાસન ઇન્ડેક્ષની સ્પર્ધા કરાઈ જેમાં ગુજરાત સૌ પ્રથમ આવ્યુ છે. 2021માં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1413 કરોડની આશરે 1261 કામોનું લોકાર્પણ કરાયું. આજે લોકાર્પણ કરવામાં આવેલ કામો જનતાની સુવિધામાં ઉમેરો કરશે”

વધુમાં અમિત શાહે ઉમેર્યું કે, ” ફરી એકવાર કોરોના રૂપ બદલીને આપણી વચ્ચે એક્ટિવ થયો છે. મારી ગાંધીનગરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે સ્થિતિ અંગે ચર્ચા થઈ છે. કોરોનાના નિયમોનું પાલન કરવા અધિકારીઓને સલાહ અપાઇ છે. આ સાથે કોરોના માટે રાજ્ય સરકારે બનાવેલા નિયમોનું પાલન કરીએ, કોરોનાના ભયથી આપણે અભય થવુ હોય તો સાથે પ્રયાસ કરીએ, અને, જેના વૅક્સીનના ડોઝ બાકી છે એ પણ લેવાઈ જવા જોઈએ તેમ શાહે જણાવ્યું.

અમિત શાહના કાર્યાલયે આ પહેલા ટ્ટિટ કર્યું

આ પહેલા અમિત શાહના કાર્યાલયે ટ્વિટ કરીને લખ્યું છે કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં રૂ. 49.36 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તો મંગળવારે શાહે ઉત્તર પ્રદેશના વારાણસીમાં સંકટ મોચન મંદિરમાં પ્રાર્થના કરી હતી. આગામી વર્ષની વિધાનસભા ચૂંટણી માટે ભાજપના પ્રચારના ભાગરૂપે શાહ ઉત્તર પ્રદેશમાં રેલીઓને સંબોધિત કરી રહ્યા છે.


* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો

Labels: ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home