ટેસ્ટ બાદ વનડે સિરીઝમાંથી પણ બહાર થશે રોહિત! સામે આવ્યું નવા કેપ્ટનનું નામ
IND vs SA: રોહિત હવે વનડે સિરીઝમાંથી બહાર થઈ શકે છે. આ વાત મીડિયા રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે ઈજાને કારણે રોહિત વનડે સિરીઝ રમી શકશે નહીં.
ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. ટીમ ઈન્ડિયાનો ઓપનર રોહિત શર્મા ઈજાને કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. હવે રિપોર્ટ સામે આવ્યો છે કે રોહિત શર્મા વનડે સિરીઝ પણ રમશે નહીં. મહત્વનું છે કે હાલમાં રોહિતને ભારતની વનડે ટીમનો પણ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિતની જગ્યાએ જે ખેલાડીને વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે તેનું નામ પણ સામે આવ્યું છે.
રોહિતની જગ્યાએ આ ખેલાડીને મળશે કમાન
રોહિત હવે વનડે સિરીઝમાંથી બહાર થઈ શકે છે. આ વાત મીડિયા રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે ઈજાને કારણે રોહિત વનડે સિરીઝ રમી શકશે નહીં. હવે રોહિતના સ્થાને કેએલ રાહુલને ભારતીય ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. રાહુલને હાલમાં રોહિતની ગેરહાજરીમાં ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે.
રોહિતને હેમસ્ટ્રિંગની સમસ્યા
મહત્વનું છે કે રોહિત શર્મા અન્ય ખેલાડીઓ સાથે સાઉથ આફ્રિકા સિરીઝ માટે મુંબઈમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ વચ્ચે નેટ્સમાં બોલ તેની આંગળી પર લાગ્યો. એક રિપોર્ટ પ્રમાણે થ્રો-ડાઉન સમયે એક બોલ સીધો રોહિતના ગ્લવ્સમાં લાગ્યો. ત્યારબાદ તે એનસીએ પહોંચ્યો હતો. રોહિતને હેમસ્ટ્રિંગની પણ સમસ્યા છે.
રાહુલ પાસે અનુભવ
રાહુલ પાસે આઈપીએલમાં ટીમની આગેવાની કરવાનો અનુભવ છે. આ સિવાય તે રોહિતની ગેરહાજરીમાં સાઉથ આફ્રિકામાં ટીમનો વાઇસ કેપ્ટન પણ છે. તો વિરાટ કોહલીને ફરી ટીમની કમાન મળવી મુશ્કેલ છે. મહત્વનું છે કે વિરાટ પાસેથી કેપ્ટનશિપ છીનવી લીધા બાદ વિવાદ પણ થયો હતો.
* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
Labels: Breaking News, Cricket Update
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home