બબીતાજી આખરે કોને કરે છે પ્રેમ? કર્યો આ વાતનો ખુલાસો
ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) લોકોનો ફેવરીટ કોમેડી શો છે, લોકો આ શોના દરેક સ્ટારને પસંદ કરે છે. શોમાં બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા (Munmun Dutta)ની રિયલ લાઈફમાં લાંબી ફેન ફોલોઈંગ છે. સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો દ્વારા તેણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
મુનમુન દત્તાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં તેણે જણાવ્યું છે કે તે કોને સૌથી વધુ પ્રેમ કરે છે અને તેણે ખૂબ જ સ્પષ્ટ જવાબ આપ્યો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ નામ ન તો ટપ્પુનું છે કે ન તો જેઠાલાલનું. તો આખરે તે કોના પ્રેમમાં છે?
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં મુનમુન દત્તાને પૂછવામાં આવ્યું કે શું તમે પ્રેમમાં છો? આ અંગે મુનમુન દત્તા જવાબ આપતા કહે છે કે હું મારી જાતના પ્રેમમાં છું. આ વીડિયોમાં એક્ટ્રેસની સ્ટાઈલ ઘણા લોકોને પસંદ આવી રહી છે, જેના કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.
થોડા સમય પહેલા મુનમુન ચર્ચામાં રહી હતી
થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કો-સ્ટાર રાજ અનડકટને ડેટ કરી રહી છે, જે તેના કરતા 9 વર્ષ નાનો છે. આ સમાચાર ફેલાતા મુનમુનને ટ્રોલ કરવામાં આવી હતી. તે ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં ટ્રોલ્સ પર આકરા પ્રહારો કર્યા અને બંને વચ્ચેના સંબંધો વિશે ફેલાતા સમાચારોને ખોટા ગણાવ્યા.
* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
Labels: Breaking News
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home