Thursday, 30 December 2021

ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, પત્નીને ઈચ્છા વિરુદ્ધ સાથે રાખવાનો મુસ્લિમ પતિને અધિકાર નથી.

 


ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલા ની અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠે કેસની સુનાવણી દરમિયાન અવલોકન કર્યું કે, મુસ્લિમ લોમાં બહુપત્નીત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે પણ  તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી.


ગુજરાત(Gujarat)હાઈકોર્ટ(Highcourt)દ્વારા લગ્નના હકોને(Marriage Right)ભોગવવા મામલે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે પત્નીની(Wife)ઈચ્છા વિરુદ્ધ પરાણે લગ્ન ગુહમાં પાછા ફરવાનો આદેશ કરવો યોગ્ય નથી. જેમાં ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે કે, મુસ્લિમ ધર્મના(Muslim) પર્સનલ લો(Personal Law)પ્રમાણે મુસ્લિમોમાં બહુપત્નીત્વનો સ્વીકાર કરાયો છે. દરેક ધર્મના પર્સનલ લોને ભારતના બંધારણના અનુસંધાને જોવા પડે.

યુનિફોર્મ સિવિલ કોડની વાતનો અમલ થવો જોઇએ
હાઇકોર્ટે વધુમાં ટાંક્યું હતું કે મુસ્લિમ લો બહુપત્નીત્વનો સહનશીલતાથી સ્વીકારે છે, પરંતુ પ્રોત્સાહન આપતું નથી. મુસ્લિમ પતિને બીજી પત્ની કરવાનો અને પત્નીને  બીજી સ્ત્રી સાથે દરેક સંજોગોમાં સાથે રાખવાનો મૂળભૂત હક નથી. યુનિફોર્મ સિવિલ કોડની વાત માત્ર કાગળ પર કે ચર્ચા માટે નહીં પરંતુ અમલ માટે થવી જોઈએ.

પત્નીએ પાલનપુર ફેમિલી કોર્ટના હુકમને હાઈકોર્ટમાં  પડકાર્યો

અત્રે નોંધનીય છે કે, લગ્ન હકોને ભોગવવા મામલે બનાસકાંઠાના એક મુસ્લિમ યુગલના કેસમાં હાઇકોર્ટે આ આદેશ આપ્યો છે. આ અગાઉ પતિ એ પાલનપુર ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી, જેમાં પતિની તરફેણમાં કોર્ટે હુકમ કર્યો હતો. ત્યારબાદ પત્નીએ પાલનપુર ફેમિલી કોર્ટના હુકમને હાઈકોર્ટના પડકાર્યો હતો. તેમજ તેની સુનવણી દરમ્યાન હાઇકોર્ટે પત્નીની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

બહુપત્નીત્વનો સ્વીકાર કરાયો છે તેને પ્રોત્સાહન નથી અપાયું

 જસ્ટિસ જે.બી.પારડીવાલાની અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠે આ કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ અવલોકન એ પણ કર્યું કે, મુસ્લિમ લોમાં બહુપત્નીત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે પણ  તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી. એટલે કે મુસ્લિમ લોમાં કાયદો છે. પરંતુ આ કેસમાં કાયદાની સાથે કેસની વાસ્તવિકતા પણ ધ્યાને લેવી જરૂરી હોવાથી પત્નીની તરફેણમાં ચૂકાદો  આપવામાં આવ્યો છે


વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home