Thursday, 30 December 2021

63 નવી કંપનીઓ માટે રોકાણકારો બુસ્ટર ડોઝ સાબિત થયા, વાંચો વર્ષની નવાજુની

 


આ વર્ષે અત્યાર સુધીમાં રૂ. 18,300 કરોડનો સૌથી મોટો IPO Paytmની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશનનો હતો. આ પછી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Zomatoનો IPO 9,300 કરોડ રૂપિયા હતો. આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ IPO ઇશ્યૂ રૂ 1,884 કરોડ રહ્યો છે.


વર્ષ 2021 IPO માટે જાણીતું રહ્યું છે. આ વર્ષ IPO વર્ષ તરીકે એટલા માટે નથી ઓળખાઈ રહ્યું કે આ વર્ષે મોટી સંખ્યામાં નવી કંપનીઓ બજારમાં આવી છે. પણ આ સાથે તેને રોકાણકારો તરફથી પણ સારો પ્રતિસાદ પણ મળ્યો છે. એક રિપોર્ટ અનુસાર 63 કંપનીઓએ આ વર્ષે 1.18 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે જે પ્રાઇમરી માર્કેટ માટે કોઈપણ વર્ષનો સૌથી વધુ આંકડો છે.

ગત વર્ષની સરખામણીમાં કંપનીઓએ 4 ગણી રકમ એકત્ર કરી
આ વર્ષે પ્રાઇમરી માર્કેટમાં 63 કંપનીઓએ તેમના પ્રારંભિક જાહેર ઓફર (IPO) દ્વારા વિક્રમજનક રૂ. 1,18,704 કરોડ એકત્ર કર્યા છે. પ્રાઇમ ડેટાબેઝના  અહેવાલ અનુસાર આ પાછલા વર્ષની સરખામણીમાં ઊભા કરાયેલા IPO દ્વારા એકત્રિત રકમ કરતાં 4.5 ગણો વધુ છે. વર્ષ 2020માં 15 કંપનીઓએ IPO દ્વારા રૂ 26,613 કરોડ એકત્ર કર્યા હતા. વર્ષ 2017માં IPO દ્વારા એકત્ર કરાયેલ રૂ. 68,827 કરોડની સામે આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ બમણી રકમ એકત્ર કરવામાં આવી છે. આ વર્ષે અત્યાર સુધીમાં રૂ. 18,300 કરોડનો સૌથી મોટો IPO Paytmની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશનનો હતો. આ પછી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Zomatoનો IPO 9,300 કરોડ રૂપિયા હતો. આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ IPO ઇશ્યૂ રૂ 1,884 કરોડ રહ્યો છે.

 

Highest Subscribed IPO in India 2021
Sr. No.Company NameIssue Size (Rs Cr) Subscription (x)
1Latent View Analytics Limited600326.49
2Paras Defence And Space Technologies Limited170.78304.26
3Tega Industries Limited619.23219.04
4MTAR Technologies Limited596.41200.79
5Tatva Chintan Pharma Chem Ltd500180.36

36 કંપનીઓએ દસ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું
રિપોર્ટ અનુસાર 36 કંપનીઓએ દસ ગણું સબસ્ક્રિપ્શન મેળવ્યું હતું, છ કંપનીઓના IPOને 100 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. આઠ IPOને ત્રણ ગણાથી વધુ સબસ્ક્રિપ્શન મળ્યા હતા જ્યારે બાકીની 15 કંપનીઓના IPOને એકથી ત્રણ ગણા સબસ્ક્રિપ્શન મળ્યા હતા. આ વર્ષની સૌથી મહત્વની બાબત રિટેલ રોકાણકારોનો IPOને મળેલો પ્રતિસાદ રહ્યો છે. વર્ષ દરમિયાન 30 થી વધુ IPOમાં રિટેલનો હિસ્સો 10 ગણો કે તેથી વધુ સબસ્ક્રાઇબ થયો છે. બીજી તરફ સ્ટાર હેલ્થ જેવા ઈસ્યુમાં જ્યાં ઈશ્યુને સંપૂર્ણ સબસ્ક્રિપ્શન મળ્યું ન હતું ત્યાં જોકે રિટેલ પાર્ટ પણ ફુલ થયો હતો.

નવી કંપનીઓએ રોકાણકારોને સારી કમાણી આપી 
આ વર્ષે માર્કેટમાં ખૂબ જ ઉંચા લિસ્ટિંગ લાભો જોવા મળ્યા છે. લેટેન્ટ વ્યુ અને તત્વ ચિંતને પહેલા દિવસે બમણા કરતા પણ વધુ વૃદ્ધિ નોંધાવી હતી. એક વર્ષમાં 14 નવી લિસ્ટેડ કંપનીઓમાં રોકાણકારોની રકમમાં બેથી ચાર ગણો વધારો થયો છે.

BEST PERFORMER IPO – 2021
No:CompanyIssue PriceListing Day Close PriceProfit (%)
(Rs.)(Rs.)
1Paras Defence And Space Technologies Limited175498.75309.51
2Nureca Limited400666.65274.08
3MTAR Technologies Limited5751082.25272.28
4Sigachi Industries Limited163603.75232.64
5Laxmi Organic Industries Limited130164.6230.31


આ રોકાણકારોએ ખોટનો સામનો 
તેજીવાળા IPO માર્કેટમાં આ વર્ષે મિશ્ર દેખાવ પણ રહ્યો છે. 31 કંપનીઓના ઈશ્યુમાં 14 શેરે ખોટ આપી છે જ્યારે 17 કંપનીઓએ લાભ આપ્યો છે.  સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકે સૌથી વધુ નુકસાન કર્યું છે.   સ્ટાર હેલ્થ, વન 97 કોમ્યુનિકેશન્સ, કાર ટ્રેડમાં પણ રોકાણકારો નુકસાન સહન કરી રહ્યા છે.

WORST PERFORMERS IPO – 2021
No:CompanyIssue PriceListing Day Close PriceLoss (%)
(Rs.)(Rs.)
1Suryoday Small Finance Bank Ltd305276.2-47.61
2Windlas Biotech Limited460406.7-34.89
3CarTrade Tech Limited16181500.1-38.74
4Krsnaa Diagnostics Limited954990.75-27.35
5One 97 Communications Limited21501564.15-18.46

વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો

Labels: ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home