Friday, 31 December 2021

ગુજરાતમાં ઓમિક્રોનના નવા 16 કેસ સાથે રાજ્યમાં કુલ 113 કેસ નોંધ્યા

 


અમદાવાદ શહેરમાં ઓમિક્રોન કેસની સંખ્યા સૌથી વધુ 39 છે, ત્યારબાદ વડોદરા શહેરમાં 21, સુરત શહેરમાં 12, આણંદમાં 11 અને ખેડામાં 6 છે.


રાજ્યમાં આજે નોંધાયેલા નવા 16 કેસો સાથે ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 113 થઇ છે, જેમાંથી અત્યાર સુધીમાં 54 દર્દીઓ રીકવર થયા છે.

 ગુજરાતમાં શુક્રવારે કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટના 16 નવા કેસ નોંધાયા છે, જેનાથી રાજ્યમાં આવા કેસોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે. આજે દિવસ દરમિયાન 10 ઓમિક્રોન-સંક્રમિત દર્દીઓ સાજા પણ થયા.

16 નવા કેસમાંથી અમદાવાદમાં 6, સુરત શહેર અને આણંદમાં 3-3 અને જૂનાગઢ, અમરેલી, ભરૂચ અને બનાસકાંઠામાં 1-1 કેસ નોંધાયા છે.

નવા વેરીએન્ટથી સંક્રમિત મળી કુલ 113 વ્યક્તિઓમાંથી 54 સ્વસ્થ થયા છે, જેમાં શુક્રવારે 10નો સમાવેશ થાય છે, જ્યારે 59 હજુ સારવાર હેઠળ છે. ગુજરાતમાં અત્યાર સુધી ઓમિક્રોનના કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી.

અમદાવાદ શહેરમાં ઓમિક્રોન કેસની સંખ્યા સૌથી વધુ 39 છે, ત્યારબાદ વડોદરા શહેરમાં 21, સુરત શહેરમાં 12, આણંદમાં 11 અને ખેડામાં 6 છે.

રાજ્યમાં આજે નોંધાયેલા ઓમિક્રોન વેરીએન્ટન નવા કેસોની વિગત આ મૂજબ છે :

1) અમદાવાદ શહેરમાં 2 પુરુષ અને 4 સ્ત્રી એમ 6 ઓમિક્રોન કેસ નોંધાયા, જેમાંથી તમામ 6 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

2) સુરત શહેરમાં 2 પુરુષ અને 1 સ્ત્રી એમ 3 ઓમિક્રોન કેસ નોંધાયા છે, આ ત્રણેય કેસની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

3) આણંદમાં 1 પુરુષ અને 2 સ્ત્રી એમ 3 લોકો ઓમિક્રોન સંક્રમિત થયા છે, આ ત્રણેય દર્દી વિદેશથી આવ્યાં છે.

4) અમરેલીમાં વિદેશથી આવેલી એક મહિલા ઓમિક્રોન સંક્રમિત થઇ છે.

5) બનાસકાંઠામાં વિદેશથી આવેલ એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે.

6) ભરૂચમાં વિદેશથી આવેલી એક મહિલા ઓમિક્રોન સંક્રમિત થઇ છે.

7) જુનાગઢ શહેરમાં વિદેશથી આવેલ એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે.


વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો


Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home