કોરોનાના વધતા કેસો વચ્ચે 11 જાન્યુઆરી સુધી 144 કલમ લાગું, 4 લોકોને ભેગા થવા પર પ્રતિબંધ
જાહેરનામા પ્રમાણે 11 જાન્યુઆરી સુધી કલમ 144 લાગું કરી દેવામાં આવી છે, જ મૂજબ 4 લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
સુરત શહેરમાં વધતા જતા કોરોના વાયરસના કેસો અંગે સુરત પોલીસ કમિશ્નરે મહત્વનો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા જતા કેસને લઇને સુરત પોલીસ કમિશ્નરે જાહેરનામાની સમયમર્યાદા વધારી દીધી છે. પ્રતિબંધના જાહેરનામાના દિવસોમાં સુરત પોલીસ કમિશ્નરે વધારો કર્યો છે. જાહેરનામા પ્રમાણે 11 જાન્યુઆરી સુધી કલમ 144 લાગું કરી દેવામાં આવી છે, જ મૂજબ 4 લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
11 જાન્યુઆરી સુધી કલમ 144 લાગું કરી દેવામાં આવી હોવાથી સભા કે સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.થર્ટી ફર્સ્ટની ઉજવણી અંગે સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આ જાહેરનામાના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે.
સુરત શહેરમાં કોરોનાના ઓમિક્રોન અને ડેલ્ટા બંને વેરીએન્ટના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત તંત્ર સજાગ બન્યું છે. સુરતના ડેપ્યુટી મેયર અને શહેર મહામંત્રી પોઝિટિવ આવતા નેતાઓ અને અધિકારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. સુરત મહાનગરપાલિકાના કમિશ્નર અને તેમના પરિવારના પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા.
સુરત શહેરમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે પહેલા સુરતમાં 6 હજાર ટેસ્ટ થતા હતા તેની સંખ્યા વધારીને 10 હજાર કરવામાં આવી છે બીજી તરફ સુરતમાં પહેલા 60 ધનવંતરી રથ હતા જેની સંખ્યા વધારી 100 કરવામાં આવી છે.સુરત પાલિકાના કમિશનરે લોકો પર કોરોનાના સંક્રમણને હળવાશમાં ન લે તેવું સુચન કર્યું છે.
* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
Labels: Breaking News
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home